ઓનલાઇન દુર્વ્યવહાર અને પજવણી Online abuse and harassment

જો ઓનલાઇન દુર્વ્યવહાર અથવા પજવણી કોઈ વિદેશી રાષ્ટ્ર માટે અથવા તેના વતી કરવામાં આવે, તો આ વિદેશી હસ્તક્ષેપનું એક સ્વરૂપ છે. ઓનલાઇન દુર્વ્યવહાર અને પજવણી શું છે અને જો તમને અથવા તમારા કોઈ પરિચિતને તેનો અનુભવ થાય તો શું કરવું તે અંગે માહિતી મેળવો.

ઓનલાઇન દુર્વ્યવહાર અને પજવણી શું છે?

ઓનલાઇન દુર્વ્યવહાર અને પજવણી એટલે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને હેરાન કરવા, ડરાવવા, ધમકી આપે અથવા ધમકાવવા માટે ઇન્ટરનેટ અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આ સંદેશાઓ, પોસ્ટ્સ અથવા અન્ય ઓનલાઈન ક્રિયાઓ દ્વારા થઈ શકે છે જે વ્યક્તિને અસ્વસ્થ, ડરી ગયેલી અથવા અસુરક્ષિત અનુભવ કરાવે છે.

જો કોઈ વિદેશી રાષ્ટ્ર માટે અથવા તેના વતી ઓનલાઇન દુર્વ્યવહાર અથવા પજવણી કરવામાં આવે, તો આ વિદેશી હસ્તક્ષેપનું સ્વરૂપ છે. ઓનલાઇન દુર્વ્યવહાર અને પજવણી દુઃખદાયક હોઈ શકે છે. જો તમારી અથવા તમારા સમુદાય સાથે ઓનલાઇન દુર્વ્યવહાર અને પજવણી થાય તો તમે શું કરી શકો છો, સુરક્ષિત કેવી રીતે રહેવું, કઈ સહાય ઉપલબ્ધ છે અને તમે શું કરી શકો છો તે જાણવું મહત્વપૂર્ણ છે.

જો તમને ઓનલાઈન પજવણી કરવામાં આવે અથવા ધમકી આપવામાં આવે તો શું કરવું

વ્યક્તિ અથવા એકાઉન્ટ સાથે તમારા સંપર્કને મર્યાદિત કરો

ફોન કૉલ્સ અને ટેક્સ્ટ સંદેશાઓ

'બ્લોક કોન્ટેક્ટ' કરવા માટે તમારા ફોનમાં સેટિંગ્સનો ઉપયોગ કરો. જો આ કામ ન કરે, તો નંબર બ્લોક કરવા માટે તમારી ફોન કંપનીનો સંપર્ક કરો.

ઓનલાઇન દુર્વ્યવહાર અથવા પજવણી

તમારું પ્રાઇવસી સેટિંગ્સ અપડેટ કરો. Netsafe સોશિયલ મીડિયા માર્ગદર્શિકાઓ પૂરી પાડે છે જે તમને ગોપનીયતા સેટિંગ્સમાં મદદ કરે છે.

જો તમને એવી કોઈ પણ વસ્તુ મળી હોય જે તમને અસુરક્ષિત અનુભવ કરાવે, અથવા તમને પjજવણી કરવામાં આવે, ડરાવવામાં આવે કે તમારી સાથે દાદાગીરી કરવામાં આવે તો તેની જાણ કરો.

જ્યાં ઘટના બની હોય તે પ્લેટફોર્મ/વેબસાઇટ/એપ પર જાણ કરવી

જ્યાં ઘટના બની હોય તે વેબસાઇટ, એપ અથવા પ્લેટફોર્મ પર રિપોર્ટિંગ સુવિધાનો ઉપયોગ કરો. Netsafe ની social media guides માં આ કેવી રીતે કરવું તેની માહિતી છે.

Netsafe ને રિપોર્ટ કરો

તમે Netsafe ને હાનિકારક સામગ્રીની જાણ કરી શકો છો: Netsafe- ને વિનંતી સબમિટ કરો

Netsafe તમને ઓનલાઇન સલામતી અંગે નિષ્ણાત સપોર્ટ, સલાહ અને સહાયતા પણ આપી શકે છે.

સપોર્ટ મેળવવા માટે help@netsafe.org.nz પર ઇમેઇલ કરો અથવા 4282 પર ‘Netsafe’ લખીને મોકલો.

પોલીસને જાણ કરો

જો તમને કોઈ જોખમ હોય, તો તાત્કાલિક 111 પર ફોન કરીને પોલીસને ફોન કરો.

જો તે કટોકટી ન હોય, તો તમે આ પ્રકારે પોલીસનો સંપર્ક કરી શકો છો:

  • 105 ઓનલાઇન ફોર્મનો ઉપયોગ કરીને
  • કોઈપણ મોબાઇલ અથવા લેન્ડલાઇન પરથી 105 પર કૉલ કરીને, આ સેવા મફત છે અને દેશભરમાં 24/7 ઉપલબ્ધ છે.

પોલીસને તમારા રિપોર્ટની પ્રક્રિયા કરવામાં અને તમારી સાથે ફોલોઅપ કરવામાં મદદ કરવા માટે 105 ફોર્મ તમારી કેટલીક વ્યક્તિગત માહિતી માગે છે. પોલીસ આ માહિતીનો ઉપયોગ ફક્ત પરવાનગી આપેલા હેતુઓ માટે જ કરે છે.

NZSIS ને રિપોર્ટ કરો

જો તમને શંકા હોય કે દુર્વ્યવહાર અથવા પજવણી પાછળ કોઈ વિદેશી રાષ્ટ્ર છે, તો તમે NZSIS ને તેમના સુરક્ષિત ઓનલાઇન ફોર્મનો ઉપયોગ કરીને આની જાણ કરી શકો છો.

જો તમે ઇચ્છતા ન હો, તો તમારે તમારી અંગત માહિતી જેવી કે તમારું નામ, ફોન નંબર અથવા સંપર્ક વિગતો આપવાની જરૂર નથી. તમે તમારી ભાષામાં પણ ફોર્મ ભરી શકો છો. તમે જે માહિતી આપો છો તે  બધી ગુપ્ત અને સુરક્ષિત છે.

જો તમે NZSIS પર કોઈની સાથે વાત કરવા ઇચ્છતા હો, તો તમે તેમને +64 4 472 6170 અથવા 0800 747 224 પર કૉલ કરી શકો છો.

રિપોર્ટ કરતી વખતે Netsafe, પોલીસ અથવા NZSIS સાથે શેર કરવા માટેની માહિતી

રિપોર્ટ કરતી વખતે, શક્ય તેટલી વધુ વિગતો શામેલ કરવી મદદરૂપ થાય છે. સ્ક્રીનશોટ લેવાનો પ્રયાસ કરો અથવા આની નકલ સાચવો:

  • સામગ્રી શું કહે છે અથવા બતાવે છે
  • જેમણે તમારી સાથે દુર્વ્યવહાર કર્યો હોય અથવા પજવણી કરી હોય તેમની વપરાશકર્તા પ્રોફાઇલ અથવા એકાઉન્ટ (દા.ત. તેમનું વપરાશકર્તા નામ)
  • દુર્વ્યવહાર અથવા પજવણી થઈ તે તારીખ અને સમય
  • જ્યાં તે થયું હોય તે વેબસાઇટ અથવા એપનું નામ

ઓનલાઇન સુરક્ષિત રહેવું

ઓનલાઇન સુરક્ષિત રહેવા માટે તમારે કયા પગલાં લેવા જોઈએ તે વિશે વધુ માહિતી માટે Keeping Safe Online જુઓ.

આ માહિતી ડાઉનલોડ કરો

Last modified: