સરકારી સેવાઓને કૉલ કરતી વખતે ભાષાકીય સહાય Language support when calling government services

જો તમે કોઈ સરકારી એજન્સીને કૉલ કરો છો અને તમારે ભાષાકીય સહાયની જરૂર હોય તો, દુભાષિયાની માંગણી કરો. આ સેવા વિશે વધુ જાણો અને તમારા સમુદાય સાથે શેર કરવા માટે ફ્લાયર્સ ડાઉનલોડ કરો.
MEC Interpreting eLearning Gujarati

સરકારી એજન્સીઓને કૉલ કરતી વખતે ઈન્ટરપ્રેટિંગ સર્વિસિસ ઍક્સેસ કરવી Accessing interpreting services when calling government agencies

જો તમે ન્યુઝીલેન્ડમાં કોઈ સરકારી એજન્સીને કૉલ કરવા માંગતા હોવ, પરંતુ તમારે ભાષાના સમર્થનની જરૂર હોય, તો તમે દુભાષિયા માટે ની:શુલ્કમાં વિનંતી કરી શકો છો. આ પરિસ્થિતિમાં, અમે તમને હેલ્થલાઇન પર કરેલા એક ઉદાહરણ ફોન કૉલ દ્વારા લઈએ છીએ જેથી તમને બતાવવામાં આવે કે પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરે છે.

જો તમે કોઈ સરકારી એજન્સીને કૉલ કરો છો અને તમારે ભાષાકીય સહાયની જરૂર હોય તો, ઇન્ટરપ્રીટરની માંગણી કરો.

પોતાની સેવાઓ સુલભ બને તેની ખાતરી કરવાની જવાબદારી સરકારી એજન્સીઓની છે. તેમાં લોકોને પ્રોફેશનલ ઇન્ટરપ્રીટર ફ્રી પૂરાં પાડવાનો સમાવેશ થાય છે.

ઇન્ટરપ્રીટરની સેવા કેવી રીતે મેળવવી

  1. સરકારી એજન્સીને કૉલ કરો.
  2. ઇન્ટરપ્રીટરની માંગણી કરો અને ફોન પર જે-તે વ્યક્તિને તમે જે ભાષા બોલતા હોવ તે જણાવો. તમારે આ માંગણી અંગ્રેજીમાં કરવાની રહેશે, આથી કૉલ કરતાં પહેલાં interpreter (ઇન્ટરપ્રીટર) શબ્દ અને તમારી ભાષાનું અંગ્રેજી નામ બોલવાનો અભ્યાસ કરી લો.
  3. તમને રાહ જોવાનું કહેવામાં આવશે. ફોન પર જ રહો - ફોન મૂકી દેશો નહીં.
  4. જો ઉપલબ્ધ હશે તો એક પ્રોફેશનલ ઇન્ટરપ્રીટર તમને મદદ કરવા માટે જોડાશે. સરકારી એજન્સીઓએ કેટલીક ભાષાઓ માટે ઇન્ટરપ્રીટરને અગાઉથી બૂક કરવા પડે છે.

જો તમને રૂબરૂમાં કે વીડિયો કૉન્ફરન્સ મીટિંગ માટે ઇન્ટરપ્રીટરની જરૂર હોય તો, ઇન્ટરપ્રીટર ઉપલબ્ધ હોય તેની ખાતરી કરવા માટે એજન્સીને ઈ-મેઇલ કરીને અગાઉથી જાણ કરો.

ઘણી સરકારી એજન્સીઓ અને કાઉન્સિલો તમને દુભાષિયા સહાય પૂરી પાડી શકે છે. સંપૂર્ણ યાદીને આ વેબસાઇટ પર જુઓઃ www.mbie.govt.nz/language-assistance-services/participating-agencies

જો તમને સરકારી દુભાષિયા સેવાઓને લગતા કોઈ પ્રશ્નો હોય કે ચિંતા હોય તો, અમને info@ethniccommunities.govt.nz પર ઈ-મેઇલ કરો.

 

આ માહિતી ડાઉનલોડ કરો

સરકારી સેવાઓને કૉલ કરતી વખતે ભાષાકીય સહાય | Language support when calling government services

ઇન્ટરપ્રીટરની માંગણી કરો | Ask for an interpreter

Last modified: